Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામનગરમાં EVM સ્‍ટ્રોંગ રૂમમાં સીલઃ જીલ્લામાં સરેરાશ પ૯.ર૯ ટકા મતદાન

જામનગર જિલ્લામાં પ્રથમ ચરણ પાંચ બેઠકો ઉપરનું મતદાન પૂર્ણ થયું છે ત્‍યારે ૪૫ ઉમેદવારોના ભાવી માટે આઠમી એ ફેસલો આવશે. જામનગર જિલ્લામાં પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થતા જામનગરના હરિયા કોલેજ ખાતે સ્‍ટ્રોંગ રૂમમાં ઇવીએમ સીલ કરી દેવાયા છે. જામનગરમાં ૧૨૦૮૫૭૧ મતદારો માંથી ૭,૧૬૫૪૬ મતદાતાઓએ જનાદેશ આપ્‍યો છે. જામનગર જિલ્લાની ૫ બેઠકો પર ૪૫ ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૫૯.૨૯ % મતદાન નોંધાયું છે.સ્‍ટ્રોંગ રૂમ બહારથી ચાપતો બંદોબસ્‍ત પણ ગોઠવી દેવામાં આવ્‍યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર.

 

(1:31 pm IST)