Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

અશ્વ શક્તિ ઓટો વેટર કારખાનાંમા કામ કરતા ત્રણ યુવાનો સંધ્યા ટાઈમે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે દુર્ઘટના સર્જાય

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨ :સુરેન્દ્રનગર જિલ્લાનાં હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૮ કલાક બાદ બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા જો કે હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતગઢ ગામના પાટીયા પાસે અશ્વ શક્તિ ઓટો વેટર કારખાનાંમા કામ કરતા ત્રણ યુવાનો સંધ્યા ટાઈમે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા. કલાકો વીતી જવા બાદ પણ તેઓ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની ભાળ મેળવવાની કોશિશ કરી હતી, એ દરમિયાન ત્રણેયના કપડા મોબાઈલ અને પાકીટ સહિતનો મુદામાલ નર્મદા કેનાલના કાંઠે મળી આવ્યો હતો. પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

      તુરંત સ્થાનિકોની લોકોની મદદ લઈ હળવદ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં રેસ્ક્યુ અભિયાન હાથ ધર્યું હતું જેમાં એક યુવકનો સવારે અને થોડા સમય બાદ અન્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે જયારે ત્રીજો યુવક હજુ સુધી લાપતા છે. તેની શોધ કરવા રેસ્ક્યુ અભિયાન યથાવત છે.

(8:24 pm IST)