Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોરબી: કેનાલ રોડ નજીક બેકાબૂ ડમ્પરે બાઇકને અડફેટે લેતા દંપતી ઘવાયું.

મોરબી તા ૩: મોરબી શહેરમાં કેનાલ રોડ નજીક બેકાબૂ ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવી. પોલીસ ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ૫૦ વર્ષીય ફરિયાદી નરશીભાઈ વાલજીભાઈ બોપલીયાએ જણાવ્યુ હતું કે, તેઓ તેમના ધર્મપત્ની શારદાબેન સાથે તેમના બાઇક રજી.નં-GJ-૦૩-ઈ.એફ-૮૩૨ પર સવાર થઈને મોરબી રાજકોટ હાઈવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. એ સમયે આરોપી ડમ્પર નં જીજે-૩૬-વી-૮૦૮૯ના ચાલકે પોતાના હવાલા વાળુ ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી નરશીભાઈના બાઇકને અડફેટે લઈને સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે નરશીભાઈને જમણા પગના એડી નિચે ગાદીના ભાગે તળીયામાં ઈજા પહોંચી હતી જ્યારે તેમના પત્નિ શારદાબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ફરિયાદીના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:16 pm IST)