Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી : મોરબી યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારીઓને સાવચેત કરાયા.

આગામી બે ત્રણ દિવસ સુધી જણસી ઢાંકીને લાવવા તેમજ તાલપત્રીની વ્યવસ્થા સાથે યાર્ડમાં આવવા અનુરોધ

( પ્રવીણ વ્યાસ દ્વારા )  મોરબી : રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરતા મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને તાલપત્રીની યોગ્ય વ્યવસ્થા કરી માલની ઉતરાઈ કરવા અનુરોધ કર્યો છે.

   રાજ્યના હવામાન વિભાગે આગામી 5-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જો કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે. આમ છતાં હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી યાર્ડ દ્વારા તમામ એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને સાવચેત કરી જણસી લાવતી વખતે યોગ્ય તાલપત્રી ઢાંકીને લાવવા તેમજ વેપારીઓને તાત્કાલિક માલ ગોડાઉનમા ઉતારવા સૂચના આપી છે

 

   
(10:21 pm IST)