Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભુજના માધાપરની ભવ્યા ડાકીએ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવ્યો

ભવ્યાએ કહ્યું -- જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.

        ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભવ્યા જણાવે છે કે, સરકારની બેટી બચાવો, બેટી બઢાઓ અભિયાન થકી આજે રમત-ગમત ક્ષેત્રે છાત્રાઓને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓ તથા અભ્યાસમાં કરાતી મદદના કારણે જ મારા જેવી દિકરીઓ આગળ સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. મારા માતા-પિતાના અમુલ્ય સહયોગ થકી આજે હું મોટા સપના જોઇ શકું છું. બસ મારી તમામ વાલીઓને અપીલ છે કે, તમારી દિકરીમાં જે પણ આવડત હોય તેને ઉજાગર કરવાની તક આપો. જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.

(12:10 am IST)