Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ઉપરાંત સિંચાઈ વિભાગની જિલ્લા કચેરીના સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા: અધૂરા તળાવો અને ચેકડેમોનું નિર્માણ, રિપેરિંગ અને રિનોવેશન કાર્ય ખૂબ ઝડપથી આગળ વધારવા સંબંધિત અધિકારીઓને સૂચના:જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ઝડપથી સારી રીતે થાય તેવો નાયબ મુખ્ય દંડકનો અભિગમ

અમરેલી: વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના સિંચાઈ પ્રશ્નો બાબતે સંબંધિત સિંચાઈ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી

 . જિલ્લામાં સિંચાઈ માટેના  તળાવો અને ચેકડેમોના નિર્માણની રિપેરિંગ અને રિનોવેશન કામગીરી અધૂરી હોય તો તેને લઈ અધિકારીઓ સાથે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લામાં સૌની યોજના અંતર્ગત તળાવો પાણીથી ભરવા, નદીઓ પર ચેકડેમોનું બાંધકામ કરવું, સૌની યોજનામાં બાકી રહ્યા હોય તેવા ગામોનો સમાવેશ કરવો, ડેમોને પાળા બાંધવા, ખરાબામાં તળાવોનું બાંધકામ, ચેકડેમો ભરવા માટે કનેક્શન આપવા, સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી છોડવા ઉપરાંત ચેકડેમ, તળાવોના રિપેરિંગ, રિનોવેશન સહિતના અમરેલી જિલ્લાના પ્રશ્નોને લઈ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ વધુ ગતિથી કામ આગળ વધે તે માટે અધિકારીઓને જરુરી સૂચના આપી હતી. જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ખૂબ ઝડપથી સારી રીતે આગળ વધે તેવો નાયબ મુખ્ય દંડકએ અભિગમ દાખવ્યો છે. જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

   
(12:15 am IST)