Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પોરબંદર : બેંકનું એ.ટી.એમ. તોડવાના કેસમાં પકડાયેલ આરોપી જામીન પર

પોરબંદર,તા. : બેંકનું .ટી.એમ. તોડનારને જામીન આપવા પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની વિગત મુજબ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪૫૭ તથા ૫૧૧ નીચે આરોપી પ્રેમશંકર રાજેન્દ્રસિંહ રાધવ તથા બાલીસિંહ રાધેશ્યામ રાધવ ઉપર દેવડા નાકા પાસે કુતિયાણા મુકામે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા .ટી.એમ મશીનના સટરનું તોળુ તોડી બેટરી વાળા કટર મશીનથી બેંકના .ટી.એમ. તોડવાનો પ્રયાસ કરેલો હોય તે બાબતે ફરિયાદ દાખલ થતા ગંભીર ગુન્હો હોય કુતિયાણા કોર્ટ દ્વારા જેલ હવાલે કરેલા હતા.

ત્યારબાદ આરોપીઓ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે જણાવેલ કે, આરોપી સાવ નિર્દોષ છે અને આરોપી રાજસ્થાનના હોવાના કારણે પોલીસ દ્વારા ગુન્હાની માંડવાળ કરવા માટે ખોટી રીતે સંોવી દીધેલા હોય અને કોઇ કેમેરામાં કયાંય આરોપી ગુન્હો કરતા હોય તેવું જણાતુ હોય અને સજાની જોગવાઇ જોતા વર્ષથી ઓછી સજાનો ગુન્હો હોય અને કેસ ચાલતા લાંબો સમય લાગે તેમ હોય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવે તો પ્રીપનીસમેન્ટ થાય તેમ હોય તેવી વિગતવાર દલીલ કરતા ડીસ્ટ્રીકટ જજ શ્રી પંચાલ દ્વારા પોલીસ પેપર્સ તથા એડવોકટની દલીલ ધ્યાને રાખી બંને આરોપીઓને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પોરબંદરના એડવોકેટ શ્રી ભરતભાઇ બી.લાખાણી, હરભમભાઇ સુંડાવદરા તથા નવધણ જાડેજા રોકાયેલા હતા.

(10:41 am IST)