Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કેન્સરની સારવાર માટે અમદાવાદ જઇ રહેલ ભાવનગરની મહિલાનું અકસ્માતમાં મોત : મૃતકના દીકરી -જમાઇ સહિત ત્રણને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.: ભાલના અધેલાઈ ગામ નજીક કાર ડિવાઇડર ઉપર ચડી જવાની ઘટનામાં કેન્સરની સારવાર માટે અમદાવાદ જઈ રહેલા ભાવનગર ની મહિલાનું મોત નીપજયું હતું, જયારે મહિલાની દીકરી અને જમાઈ સહિત ત્રણ વ્યકિતને ઇજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના અકવાડા ગામમાં આવેલ સીતારામ હોસ્પિટલની બાજુમાં રહેતા મૂળ ઉત્ત્રપ્રદેશના બલરામપુર જિલ્લાના ધવાઈ ગામના વતની પ્રભુદયાળ સતનભાઇ ભારતી જાતે ભૈયા તેમના પત્ની કિરણબેન પ્રભુદયાળ ભારતી, સાસુ રામરતિબેન મુનીલાલ ભારતી કારમાં રામરતીબેન ભારતી ને કેન્સર હોય તેની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા.કાર ભાલના અધેલાઈ ગામ નજીક પહોંચી ત્યારે કારના ચાલક વિકાસબોલેએ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી.

અકસ્માતની ઘટનામાં રામરતીબેન ભારતી, કિરણબેન ભારતી, પ્રભુદયાલ ભારતી અને કારના ચાલક વિકાસદુલેને ઇજા થતા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં રામરતીબેન મુનિલાલ ભારતી (ઉં. . ૫૫)નું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ અંગે કિરણબેન ભારતી એ કારચાલક વિકાસ દુલે વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:42 am IST)