Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં રાહતથી સૌને હાશકારો

નલીયા ૬.૭ , ગિરનાર પર્વત ૭.૭ ડીગ્રી લઘુતમ તાપમાન : અન્‍યત્ર પારો ઉંચો

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો યથાવત છે. આજે પણ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે.

માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળાનો અનુભવ થાય છે. જો કે આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય છે.

છેલ્લા ઘણા દિવસો સુધી લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતર્યા બાદ હવે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહત મળી છે.

આજે કચ્‍છનાં નલીયામાં સૌથી નીચુ લઘુતમ તાપમાન ૬.૭ ડીગ્રી, ગીરનાર પર્વત ઉપર ૭.૭ જામનગરમાં ૧૩, રાજકોટમાં ૧૩.૧ ડીગ્રી નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ તા. ૩ :.. ગીરનાર પર્વત પર આજે બીજા દિવસે પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યુ હતું અહીં સવારનાં ૭.૭ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી.

જયારે જુનાગઢ સહિત સોરઠમાં ૧ર.૭ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહેતા ઠાર યથાવત રહ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કિ. મી. ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન ર૮, ભેજનું પ્રમાણ પર ટકા પવનની ગતિ ર.પ રહી હતી.

કયાં કેટલી ઠંડી

  શહેર       લઘુતમ તાપમાન

ગિરનાર     ૭.૭   ડીગ્રી

અમદાવાદ   ૧૪.૨ ડીગ્રી

બરોડા       ૧૪.૮ ડીગ્રી

ભાવનગર   ૧૪.૦ ડીગ્રી

ભુજ          ૧૩.૪ ડીગ્રી

દમણ        ૧૯.૨ ડીગ્રી

ડીસા         ૧૩.૩ ડીગ્રી

દીવ         ૧૫.૬ ડીગ્રી

દ્વારકા        ૧૫.૮ ડીગ્રી

જામનગર    ૧૩.૦ ડીગ્રી

જુનાગઢ     ૧૨.૭ ડીગ્રી

કંડલા        ૧૩.૦  ડીગ્રી

નલીયા      ૬.૭   ડીગ્રી

ઓખા        ૧૭.૬ ડીગ્રી

પાટણ        ૧૩.પ  ડીગ્રી

પોરબંદર     ૧૩.૪ ડીગ્રી

રાજકોટ      ૧૩.૧  ડીગ્રી

સુરત        ૧૮.૨ ડીગ્રી

વેરાવળ      ૧૯.૧ ડીગ્રી

 

(11:26 am IST)