Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

દ્વારકાના રાણ ગામે વીજ ટીમ ઉપર ચેકીંગ દરમ્‍યાન હુમલો : પોલીસ સાથે ફરી ચેકીંગ કરી ૧૮ લાખની વીજચોરી પકડી : ૪ સામે પોલીસ ફરીયાદ : હુમલો કરનારને ત્‍યાં પણ વીજચોરી પકડાઇ

રાજકોટ,તા.૩ : ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિભાગીય કચેરી હેઠળની કલ્‍યાણપુર તેમજ ભાટીયા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારોમાં એસ.આર.પી. સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઈજનેરોની કુલ ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્‍યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૩૩૬૯ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં હતા, જે પૈકી ૬૧ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૧૭.૫૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યાં હતા.

 કલ્‍યાણપુર તાલુકા ના રાણે ગામે વીજ ચેકીંગ દરમ્‍યાન રાણ ગામ ના સ્‍થાનિક રહેવાસી આસામી ભાવેશભાઈ ઉર્ફે ભીમાભાઈ રણમલભાઇ હડીયલ, નિકુંજભાઈ હડોયલ, યોગેશભાઈ હડીયલ અને મોહનભાઇ લીરાભાઈ ડાભી દ્વારા વીજ ચેકીંગ ટીમ ના જુનીયર ઇજનેર   કે.ડી.કોચરા પર હુમલો કરી, કાયદેસર ની ફરજમાં રૂકાવટ કરેલ. જે સબબ ચેકીંગ ટીમ દ્વારા કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે એફ.આઈ.આર. નોંધાવવામાં આવેલ છે અને ફરી રાણ ગામે પૂરતા પોલીસ બંધોબસ્‍ત સાથે વીજ ચેકીંગ હાથ ધરી, રાણ ગામમાં થી કુલ ૧૦ વીજ જોડાણો માં વીજ ગેરરીતી માલૂમ પડતાં કુલ ૩.૪૦ લાખના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યાં છે. સદર હુમલામાં સંડોવાયેલ આરોપીને ત્‍યાં પણ ચેકીંગ કરતાં મીટર વિના બિન-અધિકળત રીતે પોલ પર થી ડાયરેક્‍ટ વીજ જોડાણ સબબ વીજ ચોરીનો કેશ કરવામાં આવેલ છે અને પુરવણી બીલ ઇસ્‍યુ કરવાની તેમજ વીજ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરેલ છે.

(11:28 am IST)