Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જસદણ-વિંછીયા વિસ્‍તારમાં વીજ તંત્રની ૩૮ ટીમોના દરોડા : રૂ.૨૦.૪૬ લાખની વીજચોરી

૭૭૧ જેટલા ચકાસતા ૧૧૧ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવી

(નરેશ ચોહલીયા દ્વારા)જસદણ,તા.૩ :  જસદણ અને વિંછીયા વિસ્‍તારમાં થતી વીજચોરીને ડામવા વીજ તંત્ર દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વીજ તંત્રની ૩૮ ટીમો દ્વારા અલગ-અલગ વિસ્‍તારોમાં રહેણાંક, વાણિજ્‍યિક, ખેતીવાડીમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ૭૭૧ જેટલા વીજ જોડાણો ચકાસતા તે પૈકીના ૧૧૧ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી મળી આવતા વીજચોરી કરનારાઓને રૂ.૨૦.૪૬ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવતા વીજચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. વીજચોરીની કામગીરી દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે એસઆરપી જવાનોએ ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(11:29 am IST)