Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયા

મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્ક સોસાયટીમાં ચાલતા સિવણ ક્લાસમાં બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ બહેનો આ સિવણ ક્લાસમાં શીખીને આજીવિકા કમાઈ શકે તે માટે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ક્લાસ ચલાવવામાં આવી રહ્ના છે. ત્યારે આજરોજ સમિતિના ચેરમેન દેવકરનભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરીયા અને વિનુભાઈ ભટ્ટના હસ્તે સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સિવણ કેન્દ્રના સંચાલક હેતલબેન ભટ્ટે કર્યું હતું. હાજર તમામ બહેનોઍ સારો પ્રતિસાદ આપી અન્યોને પણ ઉપયોગી થવાની ભાવના વ્યક્ત કરી હતી. (તસ્વીર-અહેવાલ ઃ પ્રવીણ વ્યાસ, મોરબી) (૨૪.૫)

(11:38 am IST)