Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

બજેટને આવકારતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્‍યા ચાર્મીબેન સેજપાલ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ૩ : બજેટને હર્ષભેર તાલુકા પંચાયતના સદસ્‍યા ચાર્મીબેન સેજપાલે આવકારેલ છે

નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલ બજેટને ટંકારા તાલુકામાં જોરદાર આવકાર મળે છે. વેપારીઓ, નોકરિયાતો એ સાત લાખ રૂપિયા સુધીની આવક કર મુક્‍ત જાહેર થતાં આનંદની લાગણી ફેલાયેલ છે. મહિલાઓ માટે તથા સિનિયર સિટીઝનો માટેની બચત યોજનાઓ પણ આવકારદાયક છે. મોદી સરકાર દ્વારા સપ્તર્ષિ યોજનાઓને જાહેર કરાયેલ છે. રેલવે બજેટ બમણું કરી ૨.૪ લાખ કરોડ ફાળવાયેલ છે તેને આવકારેલ છે તેનાથી મોરબી જીલ્લા ને લાંબા અંતરની ટ્રેનો મળશે અને લોકોને સુવિધા મળશે. ચાર્મીબેન સેજપાલે મોરબી રાજકોટ વચ્‍ચે ટ્રેન શરૂ કરવા માંગણી કરેલ છે.

(4:08 pm IST)