Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સાવરકુંડલાનાં મોલડીમાલગ્નમાં ફાયરીંગ કરનાર ર ની ધરપકડ

 

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :.. ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્‍જમાં બનતા ગંભીર પ્રકારના ગુન્‍હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્‍કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી  કરવા તથા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્‍વયે અમરેલી મોલડી ગામે લગ્ન પ્રસંગનાં ફુલેકામાં એક ઇસમ પોતે લાયસન્‍સ ધારકનાં પરવાનેદાર ન હોવા છતાં અન્‍ય વ્‍યકિતના બારબોર ડબલ બેરર (અગ્રિન હથિયાર) માંથી ફાયરીંગ કરી સમાજમાં ભય ફેલાવવાનો ઇરાદે સોશ્‍યલ મીડીયામાં વિડીયો અપલોડ કરેલ હોય, જે અનુસંધાને શૈલેષ ગોરધનભાઇ સાવલીયા ઉ.વ.૪૧, ધંધો ખેતી તથા બાંધકામ રહે. મોલડી તા. સાવરકુંડલા, જી. અમરેલી અને ગોરધન ભોજાભાઇ સાવલીયા ઉ.૬૩, ધંધો ખેતી રહે. મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલીની ધરપકડ કરી છે.

પકડાયેલ બન્ને ઇસમોના કબ્‍જામાંથી એક બારબોર ડબલ બેરર કિ. રૂ. ૧પ,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્‍ધ આર્મ્‍સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્‍હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવર કુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિકારી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ. ઓ. જી. પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એસ. જી. દેસાઇ, તથા એ. એસ. આઇ. રાધેશ્‍યામભાઇ દૂધરેજીયા, હેડ કો. સંજયભાઇ પરમાર, ગોબરભાઇ લાપા, પરેશભાઇ સોંધવરા, તથા પો. કો. પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.

(12:53 pm IST)