Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ધ્રાંગધ્રામાં હરપાલદેવનો ૯૫૮મો પ્રાગટય દિવસ સાંજે ઊજવાશે

સમાજના આગેવાનો અને લોકો પરંપરાગત વષાો પહેરી જોડાશે

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩ : ઝાલાવાડના આદ્યસ્‍થાપક અને ક્ષત્રીય સમાજના આરાધ્‍યદેવ એવા હરપાલદાદાના ૯૫૮માં પ્રાયટય દિન હરપ્રભાવ તેરની ઉજવણી દર વર્ષે ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવે છે.ત્‍યારે આ વર્ષે પણ તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૩ શુક્રવારના રોજ દાદાના પ્રાગટય દિન નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં ધ્રાંગધ્રા ગ્રીનચોકમાં હરપાલદેવની પ્રતિમાએ સાંજે ૬ કલાકે ૯૫૮ દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેમાં ક્ષત્રીય સમાજના હોદ્દેદારો અને આગેવનો હાજર રહેશે.આ પ્રસંગે ઝાલાવાડમાંથી મોટી સંખ્‍યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો અને લોકો જોડાશે.

 જ્‍યારે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર લોકોને પરંપરાગત વષાો અને પાઘડી સાફામાં ઉપસ્‍થિત રહેશે.આ આયોજ સફળ બનાવવા ક્ષત્રિય સમાજના લોકો તથા હરપાલદેવ ઉત્‍સવ સમિતિ પ્રયાસ કરી રહ્યા છે. હરપાલદેવને શિવજીનુ રૂપ માનવામાં આવે છે, તેઓએ સવંત ૧૦૯૦માં ઝાલાવાડની સ્‍થાપના કરીને ૨૩૦૦ ગામ પર પોતાની સતાસ્‍થાપી હતી.

 સંવત ૧૧૩૦ સુધી તેમણે ઝાલાવાડ પર રાજ કર્યુ હતુ. આજ ૯૫૬ વર્ષ પહેલા તેમનુ પ્રાગટય થયુ હતુ. આાથી આ દિવસે ઝાલવંશના ક્ષત્રીયો હરપાલદેવ પ્રાગટય દિવસ અને હરપાલતેરસ તરીકે ઓળખાય છે.તેઓએ શક્‍તિમાતાજી સાથે વિવાહ કર્યા હતા.અને તેઓએ એક જ રાત્રીમાં ૨૩૦૦ ગામડાઓમાં તોરણ બાંધી બાબરા ભુતનો અંત કરી પાટડીની સ્‍થાપના કરી હતી.

(2:25 pm IST)