Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પોરબંદર ચોપાટીએ માર મારીને ખિસ્‍સામાંથી રોકડા કાઢી લેનાર બુટલેગર સહિત ૪ સામે ગુન્‍હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩: ચોપાટીએ ૩ થી ૪ યુવાનોને કોઇ કારણસર મારમારીને એક યુવાનના ખિસ્‍સામાંથી ૮૦૦ ની રોકડ કાઢી લેનાર બુટલેગર પવન ગોપાલભાઇ ચામડિયા તથા અન્‍ય ૩ શખ્‍સો માટે પોલીસ ફરીયાદ બાદ ગુન્‍હો નોંધાયો છે.

ચોપાટીએ ૩ થી ૪ યુવાનોને મારમારીને ફરીયાદી યુવાન મેહુલ સમજીભાઇ વાઢિયાના ખિસ્‍સામાંથી ૮૦૦ ની રોકડ કાઢી લઇને ધમકી આપવાની કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ મેહુલ રામજીભાઇ વાઢિયાએ નોંધાવતા પોલીસે આરોપી બુટલેગર પવન ગોપાલભાઇ ચામડિયા તેમજ તેની સાથેના ધ્રુવ, તનુજ ચાવડા અને દીવ્‍ય સામે પોલીસ ગુન્‍હો નોંધ્‍યો છે.

ચોપાટી ખાતે યુવાનોને મારમારીને બુટલેગર સહિત ૪ શખ્‍સો નાસી ગયા બાદ સુભાષનગરમાં આ બનાવની જાણ થતા ખારવા સમાજના લોકોના ટોળા ઉમટી પડયા હતાં અને ડીવાયએસપી, નીલમ ગોસ્‍વામી તથા પોલીસનો ખારવા સમાજના આગેવાનો અને પોલીસની સમજાવટથી મામલો શાંત પડયો હતો.

(1:01 pm IST)