Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સોમનાથ જિલ્લાનું ગૌરવ

વેરાવળ, તા.૩: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૧૨માં પદવિદાન સમારોહમાં એન.જે.સોનેચા મેનેજમેન્‍ટ એન્‍ડ ટેકનીકલ ઇન્‍સ્‍ટીટયુટ-ચાંડુવાવની વિદ્યાર્થીની શાહિજા નિશા મહેશભાઇ એમ.બી.એ. (એન્‍ટરપ્રિનરસિપ એન્‍ડ ફેમિલિ બિઝનેસ) બ્રાંચમાં ગોલ્‍ડ મેડલ મેળવી વેરાવળ શહેર, સિંધી સમાજ તથા વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત સંકુલોને ગૌરવભર્યુ સન્‍માન અપાવેલ છે.

આ ઝળહળતી સિધ્‍ધિ મોળવવા બદલ ધી વેરાવળ એજ્‍યુકેશન સોસાયટીના ચેરમેન ડૉ. એસ. એમ. પોપટ, સેક્રેટરી ગિરિશ ભાઇ કારિયા તેમ જ સમગ્ર સંચાલક મંડળે સિધ્‍ધિ મેળવેલ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવેલ તેમજ શૈક્ષણિક સ્‍ટાફને બિરદાવેલ.

(2:26 pm IST)