Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

શાપુર-સરાડીયા રેલ્‍વે લાઈન પુનઃ શરૂ કરાવવા પ્રતિનિધિમંડળ દિલ્‍હી જશે

વડાપ્રધાનને રૂબરૂ રજુઆત કરાશેઃ બાંટવા ખાતે વિવિધ ક્ષેત્રના આગેવાનોની મીટીંગ મળી, લડતને વધુ વેગવાન બનાવવા નિર્ણય

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩: ૧૯૮૩ની જળ હોનારત બાદ બંધ થઈ ગયેલી શાપુર-સરાડીયા રેલ્‍વે લાઈનને પુનઃ શરૂ કરાવવા લોક લડત અભિયાન શરૂ કરવામાં આવ્‍યુ છે. જે અંતર્ગત બાંટવા ખાતે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં કમિટીની રચના કરી સભ્‍યોનું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનને રૂબરૂ મળી આ બાબતે ભારપૂર્વકની રજુઆત કરનાર છે.

શાપુર-સરાડીયા રેલ્‍વે લાઈનને પુનઃ શરૂ કરાવવાની લોક લડત અભિયાનના અગ્રણી રાકેશભાઈ લખલાણીએ જણાવ્‍યુ હતુ કે, ૧૯૮૩ની જળ હોનારતમાં વંથલી-મેઘપુર વચ્‍ચે અમુક ભાગમાં રેલ્‍વે ટ્રેકનું ધોવાણી જઈ જતા શાપુર- સરાડીયા ટ્રેકનું ધોવાણ થઈ જતા શાપુર-સરાડીયા લાઈનને બંધ કરી દેવાયા બાદ આ ટ્રેનને ફરી શરૂ ન કરાતા માણાદર, બાંટવા અને વંથલીના ઔદ્યોગિક ક્ષેત્રને જબ્‍બર ફટકો પડયો છે. આ ટ્રેનને ફરી પુનઃ સ્‍થાપિત કરવા અને કુતિયાણા રાણાવાવ બ્રોડગેજ સાથે જોડવા માટે લડત અભિયાન શરૂ કરાયુ છે. જે અંતર્ગત બાંટવા નગરપાલિકા ખાતે નગરપતિ રાજકુમાર વાઘવાણી, પૂર્વનગર પ્રમુખ જીવાભાઈ કોડીયાતર, ગણપતભાઈ મોરી, સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં મીટીંગ મળી હતી. આ લડતમાં બાંટવા નગરપાલિકા અને વેપારી મંડળે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

ઉદ્યોગોના વિકાસ માટે આ ટ્રેન મહત્‍વની કડીરૂપ છે. આ મીટીંગમાં કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો અને બાંટવા, માણાવદર, વંથલી, કુતિયાણા, શાપુર, રાણાવાવના સભ્‍યોનું એક -તિનિધિ મંડળ આ વિસ્‍તારના સાંસદ રમેશભાઈ ધડુકને મળી તેમનો સમય મેળવશે ત્‍યારબાદ આગામી દિવસોમાં નવી દિલ્‍હી ખાતે વડા-ધાન નરેન્‍દ્રભાઈ મોદીને રૂબરૂ મળી શાપુર-સરાડીયા રેલ્‍વે લાઈન પુનઃ શરૂ કરવા ભારપૂર્વકની રજુઆત કરશે. આ મીટીંગમાં કાપડ, પાન-બીડી, કટલેરી એસો.ના આગેવાનો, ગૌશાળાના સંચાલકો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:50 pm IST)