Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વેરાવળમાં બિલ્‍ડર્સ વ્‍યાજના ચક્રમાં ફસાયો

પુર્વ ભાજપના હોદેદારે સૌથી મોટું વ્‍યાજ વસુલ કર્યુઃ ચેકો બેંકમાં નાખી કેસ કરવાની ધમકીઃ ત્રણ વ્‍યાજખોરો સામે ફરીયાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: વેરાવળમાં વ્‍યાજખોરોમાં માઝા મુકી છે ખુલ્લેઆમ પ ટકા થી ૩૦ ટકાનું વ્‍યાજ લઈ રહયા છે બાંધકામનો ધંધો કરતા બીલ્‍ડર્સને ધંધામાં નાણાની જરૂર પડતા ત્રણ વ્‍યાજખોરો પાસે ૪ ટકા થી ૧૦ ટકા લેખે રકમ વ્‍યાજે લીધેલ હતી પ૪ લાખ પ૦ હજાર લીધેલ હતા તેમાં ૮૪ લાખ ૭૦ હજાર ચુકવી દીધા હોય તેમ છતા પણ વ્‍યાજની ઉઘરાણી કરતા હોય ચેકો આપેલ હતા તે રીર્ટન કરાવી કોર્ટમાં ફરીયાદ ધમકી આપતા હોય જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

વેરાવળ સોની બજારમાં રહેતા પીયુષભાઈ રમેશચંદ્ર જોબનપુત્રા દીપ સર્જીકલની દુકાન ધરાવે છે તે અગાઉ બાંધકામનો ધંધો કરતા હોય તે ધંધો બે વર્ષ થી બંધ કરી દીધેલ છે જે તે વખતે કાચો માલ ખરીદ કરવા માટે પૈસા ની જરૂર પડતા તેને જગદીશ જાદવભાઈ સુયાણી પાસેથી રૂા.૧પ લાખ લીધેલ હતા તેના ૧૦ ચેકો આપેલ હતા ૧પ લાખના દર મહીને ૬૦ હજાર રૂપીયા વ્‍યાજ ચુકવતો હતો (ર) કીશનભાઈ નારણભાઈ લોઠારી એ મોનજીબાપા પાસેથી વ્‍યાજે લઈ રૂા.પ લાખ ચાર ટકા લેખે આપેલ હતા જેનું દર મહીને રૂા.ર૦,૦૦૦ વ્‍યાજ કીશનને ચુકવાતું હતું (૩) અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગા પાસેથી ૩૪ લાખ પ૦ હજાર ૧૦ટકા વ્‍યાજે લીધેલ હતા તેને દર મહીને ૩ લાખ ૪પ હજાર વ્‍યાજ ચુકવતો હતો પણ બાંધકામ કરેલા ફલેટો તથા દુકાનો વેચાણ કરી વ્‍યાજનો પૈસા ચુકવતો હતો પણ ધંધો બંધ થઈ જતા દુકાને જવાનું બંધ કરેલ હોય.

દુકાનમાં પત્‍ની જસ્‍મીતા બેસતી હોય ત્‍યાં પણ ત્રણેય વ્‍યાજખોરો ઉઘરાણી કરતા હોય ત્રાસ આપતા હોય વારંવાર દુકાને આવી હેરાન પરેશાન કરતા હોય તેમજ ચેકોની મોટી રકમ ભરી બેંકમાંથી રીર્ટન કરાવી કોર્ટમાં ફરીયાદ કરવાની ધમકી આપતા હોય ત્રણેય વ્‍યાજખોરોને અત્‍યાર સુધીમાં ૮૪ લાખ ૭૦ હજાર વ્‍યાજ ચુકવી દીધેલ છે.

ફરીયાદીના પત્‍ની જસ્‍મીતા જોબનપુત્રાએ જણાવેલ હતું કે પોતાના પતિએ બાંધકામના ધંધામાં નુકશાની જતા અનેક પાસે વ્‍યાજે લીધેલ હતા તેની સામે ચેકો આપેલ હતા તેમજ અમુકને પ્રોમેસરી નોટો, દસ્‍તાવેજો પણ કરી દીધેલ છે ર૦૧૬/૧૭/૧૮ ત્રણ વર્ષ દરમ્‍યાન ૧૬ જેટલા જુદા જુદા વ્‍યકતીઓ પાસેથી ૩ ટકા થી ૧૦ ટકા સુધી વ્‍યાજે ૧ કરોડ જેટલી રકમ લીધેલ હતી બે કરોડ રૂપીયા ચુકવેલ છે તેમાં અમુકે તો દુકાનો/ફલેટો સસ્‍તા ભાવમાં પડાવી લીધેલ છે તમામ સામે ફરીયાદો આપેલ છે જેમાં પહેલી ફરીયાદ ત્રણ વ્‍યાજખોરો સામે નોંધાયેલ છે અમને ધંધો કરવા દેતા નથી વારંવાર દુકાને / ઘરે આવી વ્‍યાજખોરો હેરાન કરતા હોય છે બેફામપણે બિભત્‍સ શબ્‍દોબોલતા હોય ખાનામાંથી પૈસા કાઢી લેતા હોય છે અમારો ધંધો હોસ્‍પીટલમાં સાધનો, વસ્‍તુઓ વેચવાનો છે તે પણ પડી ભાંગેલ છે કંટાળીને તમામ વ્‍યાજખોરોના નામો આપી પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.

(2:22 pm IST)