Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સોમનાથ શંખસર્કલ પાસે દુકાનદારને માર મારતો વીડીયો વાઈરલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: સોમનાથ શંખસર્કલ પાસે રાત્રે ૧૧.૩૦ કલાકે દુકાન ધરાવતા યુવાન વેપારીને જાહેર ચોક માં લાકડી વડે મારમારતો વીડીયો વાઈરલ થતા કાયદેસર ની કાર્યવાહી કરવામાટે પોલીસમાં અરજી અપાયેલ છે આ ઘટનાની જાણ થતા નાના કોળી વાડાના પટેલ સહીતના યુવાનોમાં ભારે રોષ ફેલાયેલ છે સારવાર માટે પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડાયેલ છે.

સોમનાથ શંખ સર્કલ પાસે પાન બીડી ઠંડાપીણાની દુકાન વાળા ચીનાભાઈ સામતભાઈ પરમાર તથા તેના ભાઈ રાત્રે ૧૧.૩૦ દુકાન ખુલ્લી રાખી બેઠા હતા ત્‍યારે પોલીસ ની જીપ આવી અમારી દુકાન બંધ કરાવવા માટે કહેવા લાગેલ જેથી અમોએ કહેલ કે અમારો બધો માલ બહાર પડેલ છે જેથી તેવો ઉશ્‍કેરાઈ જઈ ગયેલ હતા અને દુકાન બહાર કાઢી અને શંખ સર્કલ જાહેર  ચોક માં બેફામ પણે લાકડી વડે માર મારવા લાગેલ હતા આ બનાવની જાણ આગેવાનોને કરેલ જેથી ઉચ્‍ચ અધિકારીઓને રજુઆત કરેલ અને પોલીસ ફરીયાદ લેવા માટે કહેલ પણ ૪૮ કલાક વીતી જવા છતા કોઈ પોલીસ ફરીયાદ લીધેલ નથી ફકત અરજી લીધેલ છે.

નાના કોળી વાડા ના પટેલ પ્રવીણભાઈ ચુડાસમા એ જણાવેલ હતું કે બેફામ પણે યુવાન વેપારીને મારમારેલ છે અન્‍યય દુકાનો ખુલ્લી હતી તેમ છતા આની દુકાન બંધ કરવાનું કહી જાહેર ચોકમાં માર મારેલ છે ૪૮ કલાક વીતી જવા છતા ફરીયાદ લેવાતી નથી યુવાનને ઈજા થતા પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર પ્રભાસપાટણ સારવારમાં રાખેલ છે આ બનાવથી પ્રભાસપાટણ વિસ્‍તારમાં તેમજ નાના કોળી વાડામાં ભાર રોષ વ્‍યાપેલ છે આકરી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

પ્રભાસપાટણના ઈન્‍ચાર્જ પી.આઈ એ જણાવેલ હતું કે તા.૩૧/૧/ર૩ ના રાત્રીનો બનાવ છે અરજી આવેલી છે તેની હકીકત જાણવા માટે તપાસ શરૂ કરેલ છે.

(1:37 pm IST)