Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાવનગરમાં રવિવારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે માર્ગદર્શન સેમીનાર

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  કેન્દ્રીય બજેટ ૨૦૨૩ ૨૪ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટેનો એક વાર્તાલાપ આગામી તા .૫ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ચેમ્બર હોલ ( ૩૧૫, સાગર કોમ્પલેક્ષ , જશોનાથ સર્કલ પાસે , ભાવનગર ) ખાતે યોજવામાં આવેલ છે

  આ વાર્તાલાપમાં ડાયરેક્ટ ટેક્ષ વિશે અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ પોપટ અને ઇન - ડાયરેક્ટ ટેક્ષ વિશે જાણીતા કરવેરા નિષ્ણાંત ભરતભાઈ શેઠ માહિતી અને માર્ગદર્શન આપશે . આથી રસ ધરાવતા વ્યાપારીઓ , ઉદ્યોગકારો , ટેક્ષ કન્સલ્ટન્ટસ તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા  જણાવાયું છે .

 

(7:44 pm IST)