Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કચ્છ સહિત ગુજરાતમાં સ્ટારલીન્ક સેટેલાઇટ ની ટ્રેન દેખાતા લોકો માં કુતુહલ સાથે રોમાંચ

એલોન મસ્ક ની કંપની સ્પેસએક્સ દ્વારા ગઈ કાલે ફાલકન રોકેટ દ્વારા એક સાથે 53 ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા જે કચ્છ ગુજરાત ના આકાશમાં થી પસાર થતાં ઉપગ્રહોની ટ્રેન જોવા મળી : સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સા

રાજકોટ તા.૩ :આજે સાંજે ફરીથી ઉપગ્રહોની ટ્રેન દેખાતાં લોકોમાં કુતુહલ સાથે રોમાંચ ની લાગણી ફેલાઇ હતી.

આ બાબતે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે એલોન મસ્ક ની કંપની સ્પેસએક્સ દ્વારા ગઈ કાલે ફાલકન રોકેટ દ્વારા એક સાથે 53 ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા.

        જે કચ્છ ગુજરાતના આકાશમાં થી પસાર થતાં ઉપગ્રહોની ટ્રેન જોવા મળી હતી. ઇન્ટરનેટ સેવાનો વ્યાપ વધારવા આવા હજારો ઉપગ્રહો અવકાશમાં ગોઠવવામાં આવશે. આ વખતે તેમની ઊંચાઈ પ્રમાણમાં ઓછી હોવાથી ઉપગ્રહોની આ ટ્રેન વધારે પ્રકાશિત જોવા મળી હતી.

         આજે સાંજે 7.29 કલાકે પશ્ચિમ દિશામાં શુક્ર ગ્રહ પાસેથી નીકળી ઈશાન દિશા સુધી જોવા મળી હતી. શ્રી ગોરે વધુમાં જણાવ્યું હતું કે  ધીમે ધીમે આ ઉપગ્રહો એક બીજા થી અલગ થઈ થોડા ઊંચે પોતની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જશે એટલે નરી આંખે જોઈ શકાશે નહીં .લોકોએ આ અલભ્ય દ્રશ્યને મોબાઈલ કેમેરામાં ઝડપી લઇ સોશિઅલ મીડિયામાં વાયરલ કર્યા હતા. અને એકબીજાને જાણ પણ કરી હતી.

(9:01 pm IST)