Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગીર સોમનાથ: ૨૧ માર્ચના તાલુકા કક્ષાએ અને ૨૩ માર્ચના જિલ્લાકક્ષાએ મુખ્યમંત્રીરીનો ''સ્વાગત' (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ યોજાશે

અરજદાર તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં સીધા રજુ કરી શકશે પોતાના પ્રશ્નો

પ્રભાસ પાટણ; મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન" ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે ગીર સોમનાથજિલ્લામા તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ મંગળવારે તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે અને તા.૨૩/૦૩/૨૦૨૩ના રોજ ગુરૂવારે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાનાર છે. 

   તદ્દઉપરાંત મુખ્યમંત્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટીને દર મહીનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી શકશે.જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેકટર કચેરી, ગીર સોમનાથ, મું,ઈણાજ તા.વેરાવળને અને તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારે તાલુકા મામલતદાર કચેરીને તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં સીધા પણ રજુ કરી શકશે.

  આ સ્વાગત કાર્યક્રમમાં મુદત બાદની અરજી,અસ્પષ્ટ રજુઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો ,સુવાચ્ય ન હોય તેવી અરજી,નામ-સરનામા વગરની અરજી ,વ્યકિતગત આક્ષેપોવાળી અરજી,નિતિ-વિષયક પ્રશ્નો,ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો,કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી,અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો,અરજદારે તેમની રજુઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્ન,અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ  અરજીઓ/પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી, જેથી અરજદારોએ આ પ્રકારના અરજી/ પ્રશ્નો રજુ નહી કરવા.જિલ્લા કક્ષાના પ્રશ્નો બાબતે જિલ્લા કલેકટર કચેરી, મુ.ઈણાજ તા.વેરાવળ ખાતે તા.૨૩/૦૩/૨૦૨૩, ગુરૂવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે કલેકટર, સંબંધિત ખાતાના અધિકારીઓ અને અરજદારોને સાંભળશે તેમજ  તાલુકા કક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે તા.૨૧/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર, સંબંધીત ખાતાના અધિકારીઓ અને અરજદારોને સાંભળશે.

   
(10:21 pm IST)