Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબીમા પાન, બીડી, સિગારેટ શેમ્પુ ચોરી જનાર તસ્કરને ઝડપી લેતી એ. ડીવી. પોલીસ

-શનાળા રોડ ઉપર બજરંગ સેલ્સમાં 1.50 લાખથી વધુની ચોરી કરી છ માસથી નાસતા ફરતા તસ્કરને ઉપાડી લેતી સીટી એ ડિવિઝન પોલીસ. ઓટો pan

મોરબીના શનાળા રોડ ઉપર છ માસ પૂર્વે પાન, બીડી, સિગારેટની દુકાનમાં ચોરીને અંજામ આપનાર રીઢો ગુનેગાર સુરેશ ઉર્ફે કેકડો છેલ્લા છ માસથી ફરાર હોય સીટી એ ડિવિઝન પોલીસ ટીમે આજે બાતમીને આધારે રવાપર ઘુનડા રોડ ઉપરથી દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શનળારોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તોડી ગત ઓગસ્ટ 2022માં રાત્રીના સમયે તસ્કરોએ પાનબીડી,સીગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂપિયા 1,54,500ની ચોરી કરતા દુકાન માલિક અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરેલ હતી અને આ ગુન્હામા સુરેશ ઉર્ફે કેકડો અશોકભાઇ ગાવડીયા રહે.જેતપુર કાઠી, ધોરાજી રોડ જાગૃતિ સોસાયટી, ચંદન આઇસ્ક્રીમવાળી શેરી વાળો છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો.
દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે નાસતો ફરતો સુરેશ ઉર્ફે કેકડો રવાપર ધુનડા ચોકડી નજીક આવ્યો છે. જે બાતમી આધારે સુરેશ ઉર્ફે કેકડાને પકડી આગળ ની કાર્યવાહી કરવામા આવેલ છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના કેસમાં પકડાયેલ સુરેશ ઉર્ફે કેકડો અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હામા નાસતો ફરતો આરોપી છે. આ ઉપરાંત રીઢા તસ્કર વિરુદ્ધ રાજકોટના કુવાડવા પોલીસ મથકમા ચોરીના ગુન્હામાં, રાજકોટ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યા, હત્યાની કોશિશ, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરી, ભરૂચ પોલીસ મથકમા મારામારી સાહિતના અનેક ગુન્હાઓ નોંધાયેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(12:44 am IST)