Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કચ્છમાં ગ્રામ્ય કક્ષાના સખી મંડળના બહેનોને ડિજિટલ ટ્રાન્ઝેકશન જાણકારી અપાઈ: બેંક મિત્ર સખી તરીકે કામગીરી કરવા પ્રોત્સાહિત કરાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

 કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ યોજના હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ ૦.૨ “ડિજિટલ ટ્રાન્ઝેકશન કાર્યક્રમ” અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૩૭ બેંક મિત્ર સખી દ્વારા ગ્રામ્ય કક્ષાના સખી મંડળના બહેનોને ડિજિટલ ટ્રાન્ઝેકશન અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા ડિજિટલ ટ્રાન્ઝેકશન અંગેનો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. 

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી સ્વસહાય જૂથોના બહેનો મારફત પોસ્ટર તેમજ પેમ્પ્લેટ વિતરણ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. . આ કાર્યક્રમમાં તાલુકાનો સ્ટાફ સાથે રહ્યો હતો અને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ONE BC ONE GP યોજના હેઠળ દરેક ગામમાં એક બેન્ક વ્યવસ્થા ઊભી કરવાનો ઉદેશ્ય રાખવામા આવ્યો  છે. જેના ભાગરૂપે સખી મંડળ સાથે જોડાયેલી બહેનોને BC સખી માટેની વિનામુલ્યે RSETI, ભૂજોડી મારફતે તાલીમ આપવામાં આવે છે અને IIBF પરીક્ષા પાસ કરનાર બહેનોનેને તેમના ગામમાં BC સખી તરીકે કામગીરી કરવા માટે નિમણૂક કરી ગામમાં લોકોને બેંકિંગ સુવિધા અને બહેનોને આજીવિકા મળી રહે તે ઉદેશ્યથી નેશનલ રૂરલ લાઈવલિહૂડ પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

(10:04 am IST)