Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વાંકાનેરના ધમલપર ગુફા હનુમાનજી જગ્‍યામાં પૂ.રણછોડદાસ બાપુની પુણ્‍યતિથી કાલે ઉજવાશે

વાંકાનેર, તા.૩: વાંકાનેરમા ધમલપરમા રામટેકરીમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યા ખાતે પ. પુ.૧૦૦૮ ગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની (૩૭મી પુણ્‍યતિથિ) અતિ આનંદ અને ઉત્‍સાહપૂર્વક ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે તા.૪/૩/૨૩ને શનિવારના રોજ નક્કી કરવામાં આવેલ છે તા.૪મીના શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે  મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે જે યજ્ઞનુ બીડુ સાંજે ૪:૩૦ કલાકે થશે તૅમજ સાંજે ૬:૦૦ વાગ્‍યાથી ‘મહાપ્રસાદ'નુ આયોજન કરેલ છે તૅમજ રાત્રીના ૧૦: ૦૦ કલાકે ‘સંતવાણી'નો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે જેમાં ગુજરાત, સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશચપ ઉસ્‍તાદ, રાહુલ મકવાણા, ધ્રુવ ઉસ્‍તાદ વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે પ્રતિ વર્ષ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યા ખાતે પ, પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુની પુણ્‍યતિથિના પાવન પ્રંસગે વાંકાનેર શહેર, મોરબી, ઝાલાવાડ, કચ્‍છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્‍ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારે છે અને ભજન, ભોજન, અને સતસંગ અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવે છે તૅમજ સાંજે મહાપ્રસાદમા હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે આ દિવ્‍ય પાવન મહોત્‍સવ પ્રસંગે સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોશન રોશની, સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે અને વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે શ્રી જોગ જતી હનુમાનજી ગુફાની જગ્‍યામા નિજ મંદિરમા વિધ વિધ જાતના પુષ્‍પોથી સજાવટ કરવામાં આવશે આ દિવ્‍ય મહોત્‍સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્‍તજનો જહેમત ઉઠાવી રહયા છે ભાવિકોમાં અનેરો ઉત્‍સાહ, ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્‍તજનોને પધારવા શ્રી જોગજતી ગળપ, શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યા, રામ ટેકરી, ધમલપર - ૨ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

(10:54 am IST)