Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બુટલેગર બુટીએ બાથરૂમમાં છુપાવેલ ૭૨ બોટલ કબ્‍જે : હળવદ પોલીસ પહેલા એક બોટલ સાથે ઝડપી લીધા બાદ ત્રીજું નેત્ર ખોલતા જ રૂ.૨૫,૫૪૦નો જથ્‍થો કાઢી આપ્‍યો

( દીપક જાની દ્વારા ) હળવદ, તા.૩ :  કોન્‍સટેબલ ગંભીરસિંહ વાઘજીભાઈ તથા બીપીનભાઈ મંગળભાઈએ બાતમીના આધારે આરોપી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઈ મુંધવાને એક બોટલ સાથે ઝડપી લીધા બાદ પૂછતાછમાં પોતાના કુંભારપરા વિસ્‍તારમાં રામાપીરના મંદીર પાસે આવેલા   મકાનમા બાથરૂમમાં વિદેશીદારૂનો જથ્‍થો છુપાવ્‍યો હોવાની કબૂલાત આપતા પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશીદારૂની બોટલોમા રોયલ ચેલેન્‍જની બોટલ નંગ-૧૨ કિંમત રૂ.૬૨૪૦, ઓલસીઝન વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૨૦ કિંમત રૂપિયા ૬૪૦૦, મેકડોવેલ નંબર વનની બોટલ નંગ-૧૨ કિંમત રૂપિયા ૪૫૦૦ અને ગોલ્‍ડ કોઈન વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૨૮ કિંમત રૂપિયા ૮૪૦૦ મળી કુલ બોટલો નંગ-૭૨ કિંમત રૂપિયા ૨૫,૪૦૦ નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ હતો.

આ સફળ કામગીરી ઇન્‍સપેક્‍ટર એમ.વી.પટેલ,  હેડ કોન્‍સટેબલ કિશોરભાઈ તથા વુમન પોલીસ કોન્‍સટેબલ અસ્‍મિતાબેન સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

(11:21 am IST)