Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કચ્‍છમાં નશેડીઓ બેફામ : પીએસઆઇને સસ્‍પેન્‍ડ કરવાની ધમકી આપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૩ : દારૂબંધી નો અમલ ધરાવવાનું ગૌરવ લેતાં ગાંધીના ગુજરાતમાં બેફામ બનતાં નશેડીઓ અને બૂટલેગરો ઉપર આકરી લગામ નાખવાની જરૂરત દેખાઈ રહી છે. સરહદી કચ્‍છ જિલ્લામાં બૂટલેગરો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાના બનાવો બાદ હવે નશામાં ધૂત શખ્‍સો પોલીસને ધમકી આપી રહ્યા છે. રાપર તા.ના બાલાસર પોલીસ મથકના પીએસઆઈ ડી.એલ. ખાચરને માહિતી આપવા અંગે આવેલા ફોનને પગલે પોલીસ ટીમ સાથે ગયેલા પીએસઆઈએ રસ્‍તા ઉપર આડી અવળી ચાલતી ગાડી જોઈ રોકી હતી. ગાડી ચાલક નશામાં ધૂત હતો પોતાનું નામ સુખુભા ખેતુભા વાઘેલા હોવાનું જણાવનાર આ શખ્‍સે પોતે જાટાવાડા ગામનો હોવાનું જણાવી પોલીસને દમ ભરાવ્‍યો હતો. જો, મારી સામે નશા અંગે કાર્યવાહી કરશો તો હું જજ ફરિયાદ કરી તમને સસ્‍પેન્‍ડ કરાવી દઈશ. તમારે સમાધાન કરી રૂપિયા આપવા પડશે. ત્‍યારબાદ માથું પોતાની ગાડીમાં અથડાવતા પોલીસે કાર જપ્ત કરી આ શખ્‍સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)