Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વડીયા મામલતદાર દ્વારા ખનીજ ભરેલા બે વાહનો જપ્‍ત

વડિયા,તા.૩ : વડિયા માં છેલ્લા ઘણા સમય થી ખનીજ ભરેલા ઓવર લેડેડ અને ખનીજ ચોરી બાબતે ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળતી હતી ત્‍યારે સમગ્ર જિલ્લા માં ખાણખનીજ વિભાગ દ્વાર ખનીજ ચોરો સામે તવાઈ બોલાવવાનું ચાલુ કરવામાં આવતા અને જિલ્લા ની ટીમ દ્વારા એક દિવસ પહેલા વડિયા પાસેથી એક ખનીજ ભરેલા ડમ્‍પર સામે કેસ નોંધવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ વડિયા મામલતદાર મહેતા એક્‍શનમાં આવી બીજા દિવસે વડિયાના ખાખરીયા રોડ પરથી એક ભોગાવો રેતી ભરેલ ડમ્‍પર અને વડિયાના બરવાળા બાવળ ગામેથી એક પથ્‍થર ભરેલી ટ્રક પર કાર્યવાહી કરી  પોલીસ ને હવાલે કરી તેની જાણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને કરવામાં આવી છે. હાલ વડિયા મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરતા તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(11:45 am IST)