Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સુપેડીના શ્રી મુરલી મનોહર મંદિરે ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે

ઉપલેટા-ધોરાજી,તા.૩ : ઉપલેટા ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે  ઉતાવળી નદીના કાંઠે આવેલ પુરાણું  શ્રી મુરલી મનોહરનું મંદિર આવેલ છે  જેમાં   તારીખ ૬ થી ૮ ફુલડોલ ઉત્‍સવ નું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે મંદિરના મહંત શ્રી એક યાદીમાં જણાવેલ છે કે તારીખ ૬ ના રોજ સોમવારના રોજ સાંજના ૭:૩૦ થી ૮:૩૦ વાગ્‍યા સુધી ઠાકોરજીને શીત હોળી દર્શન તથા તારીખ ૭ ના રોજ સવારે ૬ મંગળા આરતી. શણગાર દર્શન ૭ સત્‍યનારાયણની કથા ૮ વાગે ધજાજી મનોરથ ૯:૧૫ રાજભોગ દર્શન ૧૧ વાગે તથા સંધ્‍યા ભોગ દર્શન પાંચ વાગે સંધ્‍યા આરતી સાંજે ૭ વાગ્‍યે રાખેલ છે

ફુલડાલ ઉત્‍સવ તારીખ ૮ ના રોજ સવારે ૯ વાગ્‍યાથી ૧૧વાગ્‍યા સુધી ઠાકોરજી ફુલડોલ બિરાજશે ફૂલડોલ ના દર્શન થશે. આ મંદિરમાં ભક્‍તો દ્વારા ફળો ચડાવવાની માનતા રાખવામાં આવે છે. આ મંદિરની મહત્‍વની વાત એ છે કે આથમણી એટલે કે પヘમિ મુખ ભગવાન શ્રીકળષ્‍ણ બિરાજે છે આવા મંદિર ત્રણ જગ્‍યાએ જોવા મળે છે જેમાં એક દ્વારકા. ડાકોર. સુપેડી. ખાતે આવેલ છે.

આ જગ્‍યા પર શ્રીકળષ્‍ણ મંદિર તથા શિવ મંદિર સહિતના અન્‍ય મંદિરો પણ આવેલ હોવાથી ભક્‍તોને દર્શન લઈને ધન્‍યતા અનુભવે છે આ મંદિરમાં દર પૂનમના દિવસે સવાર  તથા સાંજ મહાપ્રસાદનું  આયોજન કરવામાં આવે છે જેમાં લાખો ભક્‍તો પ્રસાદ લાભ લેતા હોય છે દરરોજ એક ધજાજી પણ રાખવામાં આવતી હોય છે આ મંદિર ૧૧૦૦ વર્ષ પહેલા નું બાંધકામ હોવાનું માનવામાં આવેલ છે.

(11:46 am IST)