Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબીમાં ઓફિસમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી ૧૦ પત્તાપ્રેમી ઝપટે ચડી ગયા

પ્રિયદર્શન ઠાકર જુગાર રમાડતો'તોઃ ૨.૯૧ લાખની રોકડ, મોબાઇલ અને વાહનો મળી ૭.૦૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૩ : મોરબીમાં લાતી પ્‍લોટમાં ઓફિસમાં ચાલતા જુગારધામ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી  લીધા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પ્રિયદર્શન ઉર્ફે પીપી પૂર્ણશંકર ઠાકર પોતાની લાતી પ્‍લોટ ૧-૨ વચ્‍ચે રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરીમાં આવેલી ઓફિસમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર, ભરત તળશીભાઇ સાંદેશા, અક્ષય મગનભાઇ વિઠ્‍લાપરા, કાળુ ગંગારામભાઇ મોરતરીયા, કાંતી માવજીભાઇ શેરરીયા, દિનેશ વલ્લભભાઇ રંગપરીયા, રણદીપ હરજીભાઇ કાવઠીયા, જયેશ કેશવજીભાઇ કલોલા, રમજાન ગફુરભાઇ માલાણી અને કપીલઇ ભગવાનજીભાઇ અધારાને રોકડ રકમ રૂ.૨,૯૧,૪૦૦ મોબાઈલ નંગ ૧૫ કીમત રૂ.૮૧,૦૦૦ અને વાહન નંગ-૩ કીમત રૂ.૩,૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૦૨,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:57 pm IST)