Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગોંડલના લાયન્‍સ કલબ મેડીકલ સાધનોમાં ઓકિસજન મશીનની સુવિધા

ગોંડલ :  લાયન્‍સ કલબ ગોંડલ દ્વારા ફ્રી મેડીકલ સાધનો જરૂરીયાતવાળા દર્દીને ફ્રી મેડીકલ સાધનો ઉપયોગ માટે આપે છે. આજે લાયન્‍સ કલબની મીટીંગમાં જેતપુરના પીડીજી ધીરૂભાઇ રાણપરીયા  તથા આર.સી.લા. ચંદ્રકાંતભાઇ પટેલ તથા તેની ટીમ ઉપસ્‍થિત રહી હતી. આ તકે લાયન સોમાભાઇ સદાદીયાએ ઓકસીજન મશીન આપી દર્દીને ફ્રી જરૂરીયાત મુજબ આપશે મેડીકલ સાધનો ફ્રી મેળવવા માટે શ્રી કૃષ્‍ણ ટ્રેડીંગ ગુંદાળા રોડ, રામ બંગલા સામેથી મળી રહેશે. જરૂર પુરી થયે પરત કરવાના રહેશે. (તસ્‍વીર : અહેવાલ : અશોક જોશી - ગોંડલ)

(12:13 pm IST)