Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

હળવદની રણજીતગઢ પ્રા.શાળામાં રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

હળવદ : તાલુકાના રણજીતગઢગામની પ્રાથમિક શાળા ખાતે  રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાનના જુદા જુદા ૧૪ પ્રયોગો , વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની ઓળખ અને તેની સિદ્ધિઓની સમજ ઉપરાંત વિજ્ઞાનને લગતા સાધનોની ઓળખ એમ કુલ ત્રણ વિભાગમાં પ્રદર્શન યોજવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ ના કુલ ૧૭૦ વિદ્યાર્થીઓ અને ગામમાંથી વાલીગણ પ્રદર્શન નિહાળેલ હતું. આ સમગ્ર પ્રદર્શનમાં  ધોરણ પાંચથી આઠના ૩૬ વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય કણઝરીયા મનસુખભાઈ પી તથા શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષક વીડજા ઘનશ્‍યામભાઈ તથા સહભાગી શિક્ષક  પ્રવીણભાઈ ટી કણજારીયા ,અશ્વિનભાઈ બીલો, દિલીપભાઈ પી પરમાર, ઠાકરશીભાઈ  બી તાર બુંદીયા અને કોમલબેન જી. પટેલ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ)

(12:17 pm IST)