Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગોંડલ નદીની સફાઇ કરવા પંચનાથ વિસ્‍તારની મહિલાઓની માંગ

ગોંડલ તા. ૩ : ગોડલમાં છેલ્લા ધણા વર્ષોથી ગોડલ નદીની સફાઈ કરવામાં આવી નથી આ નદીની અંદર ગટર ના ગંદા પાણી ઠલવાતા હોય જેમને લઈને મચ્‍છર તેમજ ગાંડી વેલનુ સામ્રાજય છવાઈ જવાથી ધેર ધેર માંદગી પ્રસરી ગઈ હોય નદીકાંઠાના પંચનાથ વિસ્‍તારની મહિલાઓ પાલિકા કચેરી ખાતે રજુઆત કરવા દોડી ગઈ હતી પરંતુ પ્રમુખ ની ખુરશી ખાલી નજરે ચડતાં ચેમ્‍બર અંદર પૂર્વ કારોબારી ચેરમેન પળથ્‍વીસિંહ જાડેજાને રજુઆત કરી મહિલાઓએ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

મહીલાઓએ રોષિત બની જણાવ્‍યુ કે નદીમાં ઠેરઠેર ગાંડીવેલ ઉગી નીકળી હોય જેને કારણે મચ્‍છરોનો ઉપદ્રવ વધવા થી ઘરેઘરે માંદગીના ખાટલા મંડાયા છે.ઉપરાંત નળમાં ગંદુ પાણી વિતરણ થતુ હોય સ્‍વાસ્‍થ્‍યને નુકશાન કરી રહયુ છે.સફાઈ કામ મા પણ ઠાગાઠૈયા થઈ રહ્યા હોય શેરીઓમાં ગંદકી થવા પામી છે. નગરપાલીકા તંત્ર તાકીદે યોગ્‍ય કરે તેવી માંગ કરી હતી.

(1:57 pm IST)