Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વિરમગામમાં સાડા પાંચ કિલો ગાંજા સાથે પરપ્રાંતિય પકડાયો

વઢવાણ,તા. ૩: વિરમગામ રેલવેᅠ સ્‍ટેશન ઉપર રેલ્‍વે પોલીસ ટીમ પ્‍લેટફોર્મ નં.-૧ પર પેસેન્‍જર ટ્રેન આવતી જતીના પેસેન્‍જર ઉપર વોચમાં હતા ત્‍યારે કોચી પોરબંદર એક્‍સપ્રેસ પેસેન્‍જર ટ્રેનમાંથી નીચે ઉતરી બે યુવકો કોલેજીયન બેગ સાથે પ્‍લેટફોર્મ ઉપર જઈ રહ્યા હતા. તેઓની હાલચાલ શંકાસ્‍પદ દેખાતા તેઓની પાછળ પાછળ જતા તે દરમિયાન એક યુવકે પોતાની પાસેની કોલેજીયન બેગ સાથે રહેલ યુવકને આપી નાસી ગયો હતો. સાથેનો યુવક પકડાઈ જતા બેગની તપાસ કરતા તેમાંથી પાંચ કિલો ૫૦૦ ગ્રામ ગાંજો મળી આવતા આરોપી રાહુલ મનોજ મહંતો રહે.માનપુર જિલ્લા છાપરા બિહાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ રૂપિયા ૫૫,૫૪૦નો મુદ્દા માલ કબજે કરવા સાથે પુછપરછ દરમિયાન ભાગી ગયેલો આરોપી નિતેશ યાદવ રહે. પર સાથ છાપરા હોવાનું પકડાયેલા આરોપીએ કબુલ કર્યું હતું. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા હતા. આ અંગેની ફરિયાદ ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પ્રહલાદ ગીરીએ નોંધાવેલી છે.

(1:27 pm IST)