Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઓખા ખાતે એનમિયા મુક્‍ત ભારત પ્રોગ્રામ અંતર્ગત કેમ્‍પ

ઓખાઃ ખાતે એનમિયા મુક્‍ત ભારત પ્રોગ્રામ અંતર્ગત ઓખા શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા તાલુકા શાળામાં કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના કુલ ૩૨૪ જેટલા બાળકોનું હિમોગ્‍લોબીન ચેક કરવામાં આવેલ. આ તકે તાલુકા આરોગ્‍ય અધિકારી અનુપકુમાર જૈશવાલ,ઓખા શહેરી -ાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અર્ચના ગોહીલ,શાળાના આચાર્ય દિલીપકુમાર ગોપાત,MPs,fhc, mphw, fhw તથા મેડિકલ સ્‍ટાફ હાજર રહ્યા,આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મેડિકલ સ્‍ટાફ તથા શાળાના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(12:21 pm IST)