Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કોડીનારની ગોહિલની ખાણ ગામે ઝીરો ડિસ્‍ક્રિમિનેશન ડેની ઉજવણી કરાઇ

કોડીનાર : તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પ્રાથમિક શાળા ગોહિલ ની ખાણ મુકામે.શાળાના બાળકોને શૂન્‍ય ભેદભાવ દિવસની ઉજવણીના હેતુ વિશે મહિલાઓ અને યુવતીઓના શિક્ષણ, આરોગ્‍ય અને રોજગાર ક્ષેત્રે તકની સમાનતા તેમજ ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર છે.  ભારતમાં આઝાદીનાં ઘણા વર્ષો પછી પણ વિભિન્ન પ્રકારનાં ભેદભાવો જોવા મળે છે. ભારતમાં વિવિધ જાતિ, જ્ઞાતિ અને ધર્મનાં લોકો રહે છે. તમામને પોતાની સંસ્‍કળતિ છે, પહેરવેશથી લઈને બધાનું ખાનપાન પણ જુદા જુદા પ્રકારનું હોય છે. તેમજ અદાલત અને ન્‍યાયિક પ્રક્રિયા વિશે સમજાવ્‍યું.તેમજ બાળકો ના વિવિધ રક્ષણાત્‍મક અધિકારો,પૉસ્‍કો એક્‍ટ અને બાળકોને પોતાના સ્‍વ  રક્ષણ માટે જુદા જુદા અધિકારો વિશે જણાવ્‍યું હતું .તેમજ કાનૂની જાગળતિના  પેમ્‍પ્‍લેટ નું વિતરણ કરવામાં આવ્‍યું હતું.લીગલ સેક્રેટરી ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ,  તેમજ આચાર્ય  પરમાર  તેમજ બાંભણિયા તેમજ શાળાનો સ્‍ટાફ હાજર રહ્યો હતો.

(12:23 pm IST)