Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

દામનગર પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ : પાંચ મિલકતો સીલ

દામનગર તા. ૩ : નગરપાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશમાં ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાનો સપાટો થતા વધુ પાંચ મિલકતોને સિલ કરાઇ છે. લાંબા સમયથી બાકીદારોની મિલકતો શીલ કરી અગાઉ ત્રણથી વધુ મિલકતોને  સીલ કર્યા બાદ  વસુલાત બાબતે ૩ કોમર્શિયલ મિલ્‍કતોને સીલ કરવામાં આવેલ છે અને હજુ આગામી સમયમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે. લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્‍કત ધારકો સામે પાલિકા તંત્ર ની વેરા વસુલાત ઝુંબેશ સંગીન બનાવતું તંત્ર વેરા વસુલાત માટે સમગ્ર સ્‍ટાફ દ્વારા કડક ઉઘરાણી થઈ રહી છે.

(12:24 pm IST)