Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મીઠાપુર : દ્વારકાના પદયાત્રિકો માટે સેવા કેમ્‍પ

મીઠાપુર : હાલમાં પગપાળા દ્વારકા જવા માટે ખુબજ મોટી સંખ્‍યામાં લોકો ઉમટી રહ્યાં છે ત્‍યારે પગપાળા જતાં દર્શનાર્થીઓ ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુ જાતિ મોરચાના પ્રભારી અને પ્રદેશ ભાજપ અનુ મોરચા કારોબારી સભ્‍ય દિપકભાઈ ચાવડા દ્વારા પગપાળા જતાં દર્શાનાથીઓ ને ઠંડા તરબુચ તથા બીસ્‍કીટ તથા ફરાળી ચેવડો તથા આઈસ્‍ક્રીમ તથા ચોકલેટ ઠંડી છાસ તથા ઠંડા પાણીની બોટલ તથા વિવિધ જાતનું પગપાળા લોકો ને અનુકૂળ આવે તે જાતના ભોજન સાથે ફળફૂલ વિતરણ કરેલ. દિપકભાઈ ચાવડા સાથે તેમના મિત્ર મંડળ દ્વારા પણ આ સેવાયજ્ઞમાં તેમની સાથે રહી ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી.(તસ્‍વીરઃ અહેવાલ દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(1:57 pm IST)