Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ચોરખાનામાં દારૂની હેરાફેરી : પાટડીના સલી ગામમાં પીકઅપ ગાડીની તલાશી લેતા ૨૮૮ બોટલ ઝડપાઇ

વઢવાણ,તા. ૩: પાટડી તાલુકાના સલી ગામે રહેતા ભોલાભાઇ વરસંગભાઇ ઠાકોર તથા આદરીયાણા ગામના જામાભાઇ ભોપાભાઇ ઠાકોર બંને ભેગા મળી આરોપી ભોલાભાઇ ઠાકોરના સલી ગામના રહેણાંક મકાન પાસે શેરીમાં મહિન્‍દ્રા પીકઅપ ગાડીમાં  દારૂનો જથ્‍થો ભરીને રાખ્‍યો હોવાની મળેલી બાતમીના આધારે સુરેન્‍દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્‍ટાફે છટકું ગોઠવી દરોડો પાડ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર એલસીબીએ આ દરોડામાં મહિન્‍દ્રા પીકઅપ ગાડીને ઝબ્‍બે કરી સઘન તપાસ કરતા ગાડીના પાછળના ઠાઠાના ભાગે બનાવેલા ચોરખાનામાંથી દારૂની બોટલો નંગ ૨૨૮, કિંમત રૂ.૧૦૮૦૦૦ અને મહિન્‍દ્રા પીકઅપ ગાડી કિંમત રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨૦૮૦૦૦દ્ગટ મુદામાલ ઝડપી પાડ્‍યો હતો. અને આ અંગે ઘટનાસ્‍થળેથી નાસી છૂટેલા સલી ગામે રહેતા ભોલાભાઇ વરસંગભાઇ ઠાકોર તથા આદરીયાણા ગામના જામાભાઇ ભોપાભાઇ ઠાકોર વિરૃદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ ઝીંઝુવાડા પી.એસ.આઈ. ચલાવી રહ્યાં છે. સુરેન્‍દ્રનગર એલસીબીના આ દરોડામાં પી.આઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, જયેન્‍દ્રસિંહ અને અનિરુદ્ધસિંહ સહિતનો પોલીસ સ્‍ટાફ સાથે હાજર હતો.

(12:30 pm IST)