Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જસદણની સાંદિપની સંસ્કાર વિદ્યાલયમાં સ્પેલિંગ અંતાક્ષરી સ્પર્ધા યોજાઇ

આટકોટ : સાંદિપની સંસ્કાર વિદ્યાલયમાં સ્પેલિંગ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના અંગ્રેજી વિષયના પાયાને મજબૂત કરવાનો હતો આ સ્પર્ધા કન્વીનર શિક્ષક  જાનકીબેન કિલજી શાળાના આચાર્ય  વર્ષાબેન સખીયા તેમજ શાળાના સંસ્થાપક ડૉ. સંજયભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ યોજાય હતી.આ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ ઃ કરશનભાઇ બામટા, આટકોટા)(૨૪.૫)

(12:38 pm IST)