Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદર પાસે બરડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી : ૧૦૦ લીટર દારૂ ઝડપાયો

પોરબંદર,તા.૩ : બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રાણાવાવ પોલીસે દરોડો પાડીને તૈયાર દેશી દારૂ ૧૦૦ લીટર તથા દારૂનો આથો ૧૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળીને કુલ ૮૬૦૫નો મુદ્દામાલ પકડી પાડયો છે.

પોરબંદર ગ્રામ્‍ય વિભાગના પો.અધિ. સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. પી.ડી.જાદવ દ્વારા રાણાવાવ પોલીસ સ્‍ટાફને બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા કડક સુચના કરેલ જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્‍ટેશનને પોલીસ સ્‍ટાફના બરડા ડુંગર/ જંગલ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં રાણાવાવ પો.સ્‍ટે.ના પો.કોન્‍સ. હિમાંશુ વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇને મળેલ સંયુકત હકિકત આધારે બરડા ડુંગર આંટીવાળાનેશ ગીગાબાપાની જરમાં હકિકત વાળી જગ્‍યાએ સર્ચ કરી રેઇડ કરતા લાખા હમીર ગુરગુટીયા રહે. આદિત્‍યાણા ગામ નવાપરા તા. રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ.

ભઠ્ઠીમાંથી દેશી દારૂ લીટર ૧૦૦ તથા આથો લી. ૧૬૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. ૮૬૦૫નો મુદ્દામાલ મળી આવેલ હતો.

આ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. પી.ડી.જાદવ તથા એ.એસ.આઇ એ.એસ.અગ્રાવત, પો. હેડ કોન્‍સ. એસ.આર.કરંગીયા, બી.જે.દાસા, પો.કોન્‍સ. હિમાંશુ વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, અતુલ કરશનભાઇ તથા હરેશ પરબતભાઇ તથા ફોરેસ્‍ટ સ્‍ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

(12:53 pm IST)