Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરઃ ફેસબુક ઉપર ન્‍યુડ વિડીયો મોકલવાના ગુનામાં આરોપી જામીન પર

પોરબંદર,તા. ૩ : ફરીયાદીની મંજુરી વગર ફોટા-વિડીયો તથા તેના વિશે બિભત્‍સ લખાણ પોસ્‍ટ કરવું તથા ફરીયાદીની ખોટી ફેસબુક આઇડી બનાવી ન્‍યુડ વિડીયો મોકલવાના ગુન્‍હાના કામે જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્‍ત વિગત મુજબ સંજય ઉર્ફે મોટો હકાભાઇ ધામેચા રહે. રાણાવાવ વાળા સામે સાઇબર ક્રાઇમ પો.સ્‍ટે. પોરબંદરમાં ફરીયાદીએ ફરીયાદ આપી જાહેર કરેલ કે, આરોપીએ ફેસબુક આઇ.ડી. આરોપીના વોટસએપ મોબાઇલ નંબરથી ફરીયાદીની મંજુરી વગર તેના ફોટા તથા તેમના વિડીયો તેમજ તેમના વિશે બિભત્‍સય લખાણ લખી પોસ્‍ટ કરેલ અને ફરિયાદી બહેનના નામની ખોટી ફેસબુક આઇ.ડી. બનાવેલ હોય અને આરોપીએ ોતાના મોબાઇલના વોટસએપ નંબરથી ફરીયાદીના મોબાઇલ વોટસએપ ઉપર ન્‍યુડ વિડીયો મોકલતા હોય અને તેમની કુટુંબની બેનની છબી ખરાબ કરી ગુન્‍હો કર્યા બાબતની ફરિયાદ નોંધવામાં આવેલ.

જેથી સાઇબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા આરોીની ધરપકડ કરવામાં આવેલી અને તેને જયુ.કસ્‍ટડીમાં મોકલાવવા માટે કોર્ટમાં રજુ કરવા આવેલ. જેની જામીન પર છુટવા અરજી કરી હતી.

બંને પક્ષની દલીલો સાંભળ્‍યા બાદ પોરબંદરના ચિફ જયુડી. મેજી.એ આરોપી ૧૦,૦૦૦ના જામીન તથા શરતોનું પાલન કરવાની શરતે જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી તરફે જે.પી. ગોહેલની ઓફીસ વતી એડવોકેટ જે.પી. ગોહેલ, એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, પી.બી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતા.

 

(1:58 pm IST)