Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરઃ સિપાઇ સમાજ ટ્રસ્‍ટ દ્વારા ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં સાવરકુંડલાની બી.કે. ઇલેવન ચેમ્‍પિયન

પોરબંદર તા.૩ : સિપાઇ સમાજ ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલી ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટના ફાઇનલ મેચમાં ભાવનગરની ટીમ સામે સાવરકુંડલાની બી.કે.ઇલેવન ટીમ વિજેતા બની હતી.

રાજકોટ નજીક આવેલ રતનપર ગામમાં રૂદ્રશકિત ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સિપાઇ સમાજ ટ્રસ્‍ટ  દ્વારા ગુજરાત ભરના સિપાઇ સમાજના ખેલાડીઓ માટે ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

 જેમાં રાજકોટ ભાવનગર સુરેન્‍દ્રનગર, જામનગર, શિહોર, પાલીતાણા, ગારીયાધાર, વઢવાણ, જસદણ, જેતપુર, ડીસા, ગોંડલ, જસદણ, વિરમગામ, સાવરકુંડલા, પોરબંદર અને વલ્લભીપુર સહિતના ગામોની ટીમોએ  ઉત્‍સાહ પુર્વક ભાગ લીધો હતો.

શનિવારે ૧૪ મેચ યોજાઇ હતી જોર ૧૦ મેચ રવિવારે યોજાઇ હતી. શરૂઆતથી અંત સુધી તમામ મેચો રસપ્રદ રહી હતી.

ફાઇનલમાં એએસપી ઇલેવન ભાવનગર અને બી.કે. ઇલેવન સાવરકુંડલા વચ્‍ચે મેચ યોજાઇ હતી. જેમાં બી.કે.ઇલેવન સાવરકુંડલા વિજેતા થઇ હતી.જયારે રનર્સઅપ તરીકે એ.એસ.પી. ઇલેવન ભાવનગર રહી હતી.

જીતેલી બંને ટીમોએ પોતાને મળેલી રકમ ટ્રસ્‍ટમાં ડોનેશન સ્‍વરૂપે આપી દીધી હતી. રમાયેલ તમામ ર૪ મેચોમાં તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી સમગ્ર મેચમાં મેન ઓફ ધ સીરીઝ અને બેસ્‍ટ બોલર અને બેસ્‍ટ બેટસમેન ખેલાડીને પણ ટ્રોફી આપી સન્‍માનીત કરાયા હતા.

સૌરાષ્‍ટ્રભરના સિપાઇ સમાજના અગ્રણીઓ તેમજ અલગ અલગગામની સિપાઇ જમાતના પ્રમુખોએ હાજર રહી ક્રિકેટરોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા સિપાઇ સમાજ ટ્રસ્‍ટના  પ્રમુખ ડો. અવેશ એ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. તોસિફખાન પઠાણ અને અઝીઝભાઇ ચૌહાણ, તેમજ સમગ્ર કારોબારી સભ્‍યોએ વ્‍યવસ્‍થા સંભાળી હતી. જયારે રાજકોટ ટીમના આસિફભાઇ સિપાઇ, મુશર્રફભાઇ મોગલ, પરવેઝભાઇ કુરેશી, હનીફભાઇ મોગલ, હુશેનભાઇ શેખ, આસીફભાઇ બેલીમ, ઇરફાનભાઇ મોગલ સહિતના સભ્‍યો જહેમત ઉઠાવી હતી. તે ઇસ્‍માઇલખાન શેરવાનીએ યાદીમાં જણાવેલ છે.

(12:56 pm IST)