Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જુનાગઢનો ફરાર કેદી ઝડપાયો

જુનાગઢ, તા.૩: જીલ્લામાં જુદા-જુદા પોલીસ સ્‍ટેશનોમાં ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા ફરારી આરોપીઓને પકડવા હકીકત મળેલ કે રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર ગુજસીટોક કલમ ૩ (ર), ૩ (૪) હેઠળના કાચા કામનો આરોપી એઝાજ ફારૂકભાઇ બ્‍લોચ રહે. જેલ રોડ, મતવાવાડ, વાળો ગઇ તા.૪-૮-૨૦૨૨ના રોજ વચગાળાના જામીન મેળવી મુદત પુરી થયે ફરાર થઇ ગયેલ હોય તે જેલ રોડ, મતવાવાડ, જુનાગઢ વિસ્‍તારમાં છે તેવી હકીકત મળતા વોચ તપાસમાં રહેતા મજકુર આરોપી ત્‍યાથી મળી આવતા ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્‍તગત કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

(12:56 pm IST)