Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરઃ જમીન વેચાણના રૂપિયાની ઉઘરાણી કરતા લાકડી અને પાઇપ વડે હુમલો

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. કોસ્‍ટલ હાઇવે ઉપરના ઉંટડા ગામે જમીન વેચાણના  બાકી રૂપિયાની ઉઘરાણી કરતા ૩ શખ્‍સોએ લાકડી અને પાઇપ વડે હૂમલો કર્યાની પોલીસ ફરીયાદ માધવપુર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે.

ઉંટડી ગામે રહેતા ભૂપતભાઇ ગીગાભાઇ વાઘેલાએ પોતાની જમીન નાથાભાઇ મેપાભાઇને વેચાણ કર્યા બાદ બાકી રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયા નહી આપીને નાથાભાઇ મેપાભાઇ અને રમેશ હીરા તથા જીવા હિરા ભૂપતભાઇનો ઘેર આવીને ભુપતભાઇ ઉપર લાકડી-પાઇપ વડે હૂમલો કર્યાની પોલીસ ફરીયાદ માધવપુર ઘેડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે. વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ કે. જે. મેરએ હાથ ધરી છે.

 

(12:58 pm IST)