Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

આમરણ પાસે ટાયર ફાટતા ટેન્‍કર નાલામાં ખાબકયુઃ ૨૩ ટન ઓઇલ ઢોળાઇ ગયુ

તસ્‍વીરમાં પલ્‍ટી ખાઇ ગયેલ ટેન્‍કર નજરે પડે છે (તસ્‍વીરઃ  પ્રવિણ વ્‍યાસઃમોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબીના આમરણ -જામનગર રોડ પર ટેન્‍કરનુ આગળનુ ટાયર ફાટતા ટેન્‍કર પલ્‍ટી ગયું હતું. જેને પગલે ૨૩ ટન ઓઇલ ઢોળાઇ ગયું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 જામનગરના મોટી ખાવડીના રહેવાસી ફરિયાદી સુબોધભાઇ બનારસીભાઇ રાઉતે મોરબી તાલુકા પોલીસમાં ટેન્‍કર ચાલક રામસીંગાર હવલદાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જામનગર ખાતે તેમનું એક ટેન્‍કર જીજે-૧૨-એડબલ્‍યુ-૬૮૧૬ આવેલું છે. જે ઓમ ટ્રાન્‍સપોર્ટમાં ચાલે છે અને રિલાયન્‍સ કંપનીમાં ફર્નિશ ઓઇલ ચલાવે છે. જેમાં ડ્રાઇવર તરીકે રામસિંગર નોકરી કરે છે. તેમના ટેન્‍કરમાં જામનગર ખાતેથી રિલાયન્‍સથી ફર્નિશ ઓઇલ ભરવાનું હતું અને તેને મહેસાણા અમૂલ ડેરીમાં ખાલી કરવાનું હતું. એ માટે ડ્રાઇવરને ટેન્‍કરમાં ૨૩ ટન ૬૯૦ કિલોગ્રામ જેટલું ફર્નિશ ઓઇલ ભર્યું હતું. અને ટેન્‍કરના ડ્રાઇવરે પૂર ઝડપે ટેન્‍કર હંકારતા આમરણ -જામનગર રોડ આમરણ ગામના નાલા પાસે પહોચતા ખાલી સાઇડનું આગળ નો ટાયર ફાટતાં ટેન્‍કર નાલામાં પડી જતા ઓઇલ ઢોળાઇ ગયું હતું અને ટેન્‍કરની કેબિનમાં તથા પાછળના ભાગમાં ટેન્‍કરને પણ ઘણી નુકસાની પહોંચી હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)