Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બે લાખ રૂપિયાનાં રોજના એક હજાર વ્‍યાજ લેનારને ઝડપી પાડતી કેશોદ પોલીસ

ત્રણ સંતાનોના પિતાએ વ્‍યાજખોરોનાં ત્રાસથી કંટાળી મોતને વહાલું કર્યું હતું

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ :ં ડીવાયએસપી બી. સી. ઠક્કર અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળી દ્વારા પુરાવાઓ તપાસી ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ હેઠળ ગુનો દાખલ કરી મળતક કિશનભાઈ અશોકભાઈ ખાણદલ પાસેથી રૂપિયા બે લાખનાં રોજનાં રૂપિયા એક હજાર વ્‍યાજ પેટે મેળવવાની સાથે સાથે મળતક કિશનભાઈ અશોકભાઈ ખાણદલને જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ એક લાખ જેટલા ઉચા વ્‍યાજની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી   મરવા મજબુર કરતા તેના ત્રાસથી કંટાળી જઇ કિશન ઝેરી દવાના ટીકડા પી મરણ જતાં મળતકના પિતા અશોકભાઇ બચુભાઇ ખાણદલ ઉ.વ.૫૨ રહે. રણુજાધામ સોસાયટી કેશોદની ફરિયાદ નોંધી આરોપીઓ ભાયાભાઇ ઉર્ફે જગાભાઇ માલદેભાઇ મારૂ રહે.પસવારી તા.કુતીયાણા અને માલદેભાઇ કેશુભાઇ ઓડેદરા રહે.કેશોદને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અમરાભાઈ હામાભાઈ જુજીયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા રણજીતભાઈ મેરામભાઈ ડાંગર સંજયસિંહ કળષ્‍ણસિંહ ઝાલા રુચીતભાઈ ડાંગર રોનકભાઈ પટેલ દ્વારા ગુનાની ગંભીરતા ધ્‍યાને લઈને ગણતરીના કલાકોમાં આરોપીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

(1:00 pm IST)