Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબીની સાઇઠ જેટલી શાળામાં ટ્રેનીંગ અંતર્ગત બનાવેલા વૈજ્ઞાનિક મોડેલનું પ્રદર્શન યોજાયું

 

  મોરબી,તા.૩ : મોરબી જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોને પ્રવળત્તિ શિક્ષણ મળી રહે તે માટે મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્‍યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી,  લખધીરનગર, ઘુનડા(સ) નાની વાવડી કન્‍યા શાળા, ભરતનગર, ગોર ખોજડિયા, લીલાપર સહિતની શાળાઓના બે-બે શિક્ષકોને ઝીલ એજ્‍યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્‍ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવી હતી

 જેમાં અભ્‍યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલ, સમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી. વિદ્યાર્થીઓ ૬૦ સાંઈઠ જેટલા મોડેલ વિદ્યાર્થીઓ બનાવી વ્‍યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે, ત્‍યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. સીતારામ અને સંધ્‍યાબેન બંને તજજ્ઞો દ્વારા વીસ શિક્ષકોને જુદા જુદા ૬૦ મોડેલ બનાવતા શીખવ્‍યા હતા અને આ મોડેલ્‍સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્‍સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્‍યા હતા

 આ મટીરીયલમાંથી તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી -વળત્તિઓ કરાવી હતી તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી વિદ્યાર્થીઓએ પણ જૂદી જુદી પ્રવળત્તિ કરી મોડેલ તૈયાર કર્યા હતા આ મોડેલનું પ્રદશન શાળાઓમાં યોજાયું હતું આ પ્રદર્શનમાં ડો.સીતારામ અને ડૉ.સંધ્‍યાબેન તેમજ સિરામિક એસોના પ્રમુખ હરેશભાઈ બોપલીયા અને ગુજરાત ગેસ કપનીના અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા તેમ દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવ્‍યું છે.

(1:01 pm IST)