Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પ્રભાસપાટણમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વેરાવળ, તા.૩: પ્રભાસપાટણમાં જુગાર રમતા પાંચ શખ્‍સોને રૂા.૧૧,ર૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

 પ્રભાસપાટણ દુધ માર્કેટ પાસે આવેલ ખુલ્લી જગ્‍યામાં જાહેર માં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડા પાડતા યુસુફ હુસેનભાઈશેખ,ચાંદ હુસેનભાઈ ગઢીયા,શાહનવાઝ સીદીકભાઈ શેખ, હાબીદ હુસેનભાઈ કાલવાણીયા,સોકત અબ્‍દુલભાઈ શેખને રોકડા રૂા.૧૧,ર૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

(1:08 pm IST)